મહિલા સ્વાવલંબન યોજના ગુજરાત રાજ્યની મહિલાઓને 2 લાખ સુધી બેંક દ્વારા લોન મળવાપાત્ર થશે. વધુ માહિતી માટે અહિંં ક્લિક કરો.
Short Briefing : મહિલાઓને 2 લાખ સુધી બેંક દ્વારા લોન । ગુજરાત સરકારની લોન યોજના । Mahila Yojana Gujarat | લોન યોજના ગુજરાત । Women Empowerment Schemes | મહિલાઓની યોજના
ભારતમાં Ministry Of Women & Child Development દ્વારા વિવિધ મહિલાઓની યોજનાઓ ચલાવવામાં આવે છે. કેન્દ્ર સરકાર હેઠળ ગુજરાત સરકારમાં પણ ઘણા બધા વિભાગો કાર્યરત છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિધવા સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, વિધવા પુન:લગ્ન યોજના વગેરે ચલાવવામાં આવે છે. Women and Child Development Department દ્વારા મહિલા આર્થિક વિકાસ નિગમ કાર્યરત છે. આ નિગમ દ્વારા નવી યોજનાઓ, મહિલા જાગૃતિ શિબિર, મહિલા કલ્યાણ મેળા, પ્રદર્શન સહ વેચાણ તથા મહિલા સ્વાવલંબન યોજના વગેરે ચલાવવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ 1975 દરમિયાન વિશ્વ સ્તરીય મહિલાઓની વિવિધ સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે ખૂબ ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવ્યો. જેની ફલશ્રુતિ સ્વરૂપે ગુજરાતમાં 1981માં ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમની સ્થાપના કરવામાં આવી હતી. Gujarat Women Economic Development Corporation Ltd. દ્વારા મહિલાઓ માટે લોન યોજનાઓ ચલાવવામાં આવે છે. આ વિભાગ દ્વારા Women Empowerment Schemes અને સરકારી લોન યોજના દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
Mahila Swavalamban Yojana 2023
મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા Mahila Yojana 2023, મહિલાઓની જાગૃતિ શિબિર તથા સેમિનારનું આયોજન કરી, મહિલાઓ સાથે વિચાર-વિમર્શ કરી તેમના આર્થિક તેમજ સામાજિક ઉત્થાન માટે જરૂરી તાલીમ તથા સ્વરોજગારને લગતી યોજનાઓ અમલમાં મુકવામાં આવી. જેથી મહિલાઓ આવી સરકારી સહાય અને સરકારી યોજનાઓનો લાભ લઈને સમાજમાં સ્વમાનભેર જીવન વ્યતિત કરી શકે.
ગુજરાત રાજ્યના મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા Mahila Yojana તરીકે “મહિલા સ્વાવલંબન યોજના” ચલાવવામાં આવે છે. આ યોજના લોન યોજના તરીકે પણ ઓળખી શકાય. મહિલાઓ સ્વરોજગારી માટે પોતાની આવડતને અનુરૂપ નવો વ્યવસાય અને ધંધા માટે શરૂ કરવા લોન આપવામાં આવે છે. Subsidy Schemes for Women અંતગર્ત પ્રોજેક્ટ કોસ્ટ માટે 15 % સુધી સબસીડી આપવામાં આવશે.
મહિલા સ્વાવલંબન યોજનાનો ઉદ્દેશ
Table of Contents
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ નામે મોરેન્ડમ ઓફ આર્ટીકલ્સ બહાર પાડેલ છે. જેમાં Government Scheme for Women દ્વારા મહિલાઓના આર્થિક તેમજ સામાજિક ઉત્થાન થાય તેની જોગવાઈઓ કરે છે. તેના માટે જરૂરિયાત મુજબની સવલતો, સહાય અને તાલીમ આપી મહિલાઓનો સામાજિક અને આર્થિક વિકાસ કરવાનો ઉદ્દેશ છે. સામાજિક ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી women empowerment schemes અને પ્રવૃત્તિઓનો ઝડપભેર અમલ કરી મહિલાઓ સરકારી યોજનાઓનો લાભ તે ઉદ્દેશ છે.
Mahila Yojana Gujarat હેઠળ આર્થિક પ્રવૃતિ માટે લોન આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓના આર્થિક વિકાસ માટે સહાય કરવાનો છે. મહિલા સ્વાવલંબન યોજના અંતગર્ત મહિલાઓનો આર્થિક પ્રવૃત્તિ અને વિકાસ માટે લોન બેંકો દ્વારા આપવામાં આવે છે.
Important Point
આર્ટિકલનું નામ
મહિલા સ્વાવલંબન યોજના
આ યોજના કોણા દ્વારા ચલાવવામાં આવે છે?
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ
કોણે મળે?
જે મહિલાઓ નવો વ્યવસાય કરવા માંગતી હોય એમને મળવાપાત્ર થશે
મહિલા સ્વાવલંબન યોજના અન્વયે મહિલાઓએ નવો વ્યવસાય, ધંધો કે રોજગારી હેતુ માટે નાણાં જરૂરિયાત હોય તો તેમને બેંકો દ્વારા લોન આપવામાં આવે છે. બેંક દ્વારા રૂપિયા 2,00,000/- (બે લાખ) સુધી Loan આપવામાં આવે છે. જેમાં મહિલા દ્વારા જે પ્રોજેક્ટ માટે લોન લીધી હોય તેના ઉપર સબસીડી આપવામાં આવે છે. આ સબસીડી પ્રોજેક્ટ લોન ઉપર 15% સુધી અથવા વધુમાં વધુ રૂપિયા 30,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ મળવાપાત્ર થાય છે.
Keypoint of Mahila Swavlanban Yojana
યોજનાનું નામ
Mahila Swavalamban Yojana Gujarat
ભાષા
ગુજરાતી અને English
ઉદ્દેશ
મહિલાઓને ઉદ્યોગ-ધંધા માટે બેંકો દ્વારા લોન આપવામાં આવે છે.
લાભાર્થી
સ્વરોજગાર માટે ધંધા-ઉદ્યોગ કરવા ઈચ્છુક મહિલાઓને
સહાયની રકમ
પ્રોજેક્ટ લોન ઉપર 15% સુધી અથવા વધુમાં વધુ રૂપિયા 30,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ મળવાપાત્ર થાય છે.
Mahila Arthik Vikas Nigam, Gandhinagar દ્વારા આ યોજના માટે ધંધા અને ઉદ્યોગ નક્કી કરેલા છે. જેના પર લોન માટે ભલામણ અને સબસીડી આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા કુલ-307 ધંધા અને ઉદ્યોગ માટે બેંકો દ્વારા લોન આપવા માટે ભલામણ કરવામાં આવે છે. આ 307 ઉદ્યોગનું લિસ્ટ નીચે આપેલા બટન પર Download કરી શકાશે.
આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા કક્ષાએ આવેલી મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી મળશે. આ યોજનાનું ફોર્મ છપાયેલ અરજી ક્રમાંક સાથેનું હોવાથી જિલ્લાની કચેરી ખાતે રૂબરૂ મેળવવાનું રહેશે.
આ યોજના હેઠળ લાભાર્થીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવો. વધુ માહિતી અને મદદ માટે વડી કચેરી ગાંધીનગર ખાતે પણ સંપર્ક કરી શકાય છે.
વધુ માહિતી માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવો, જે દરેક જિલ્લાના વડામથક ખાતે આવેલ હોય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો