Summer Drinks: માત્ર 2 મિનિટમાં તૈયાર થતા આ હેલ્ધી ડ્રિંક્સ ઉનાળાની ગરમીને રાખશે દૂર; મળશે સ્વાસ્થ્ય લાભ-ગ્લોઇંગ સ્કિન

 

Summer Drinks: માત્ર 2 મિનિટમાં તૈયાર થતા આ હેલ્ધી ડ્રિંક્સ ઉનાળાની ગરમીને રાખશે દૂર; મળશે સ્વાસ્થ્ય લાભ-ગ્લોઇંગ સ્કિન

Healthy Drinks For Summer: ઉનાળામાં ગરમીથી લોકો પરેશાન થઇ જાય છે. આ વાતાવરણમાં સ્વાસ્થ્યનું ધ્યાન નહીં રાખવાથી અનેક પ્રકારની
 મુશ્કેલીઓ આવી શકે છે. અહીં જાણો, ઉનાળામાં કેવા હેલ્ધી ડ્રિંક્સ પીવા જોઇએ. BY CHIRAG KACHHAD
nutritionist lavleen kaur share summer drinks that are refreshing hydrating
Summer Drinks: માત્ર 2 મિનિટમાં તૈયાર થતા આ હેલ્ધી ડ્રિંક્સ ઉનાળાની ગરમીને રાખશે દૂર; મળશે સ્વાસ્થ્ય લાભ-ગ્લોઇંગ સ્કિન
Hydrating Drinks for Summer: તાપમાનમાં વધારો થઇ રહ્યો છે અને ભીષણ ગરમીથી લોકોની હાલત ખરાબ થઇ રહી છે. જેના કારણે સન ડેમેજ, ખીલ, ડીહાઇડ્રેશન, હીટ એક્ઝોશન, હીટ સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. આ બીમારીઓથી બચવા માટે તમારે સમર ડ્રિંક્સ (drinks for summer) પીવા જોઇએ.


ન્યૂટ્રિશનિસ્ટ લવલીન કૌર (Lavleen Kaur, Dietitian/Nutritionist) અહીં 5 હોમમેડ ડ્રિંક્સની રેસિપી આપી રહ્યા છે, જે ગરમી દૂર કરવામાં મદદ કરશે. બનાવવામાં અત્યંત સરળ રેસિપી અને માત્ર 2 મિનિટમાં જ તૈયાર થતાં આ સમર ડ્રિંક્સ હેલ્ધી હોવા ઉપરાંત અનેક સ્વાસ્થ્ય લાભ પણ આપે છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​વોટરમેલન સ્લશ

​વોટરમેલન સ્લશ

આ હોમમેડ ડ્રિંક કિડનીને ડિટોક્સ કરવા, માઇગ્રેનથી રાહત આપવા અને બીપી કંટ્રોલ કરવાનું કામ કરે છે. તેને તૈયાર કરવા માટે તમારે તરબૂચ, પુદીનાના પાન, લીંબુનો રસ, સંચળ અને કાળા મરીને બ્લેન્ડ કરવાના છે.

​લસ્સી

​લસ્સી

ઉનાળામાં લસ્સી પીવાથી ઠંડક મળવાની સાથે પાચન પણ સુધરે છે. આ એક પ્રોબાયોટિક્સ છે જે બ્લોટિંગની સમસ્યા દૂર કરવામાં પણ મદદ કરે છે. આ માટે તમારે દહીં, પાણી, પુદીનાના પાન, સંચળ અને શેકેલું જીરું બ્લેન્ડ કરીને આ ડ્રિંકનું સેવન કરવાનું છે.

ઉનાળામાં ચીયા વોટર પીને શરીરનું pH લેવલ કંટ્રોલ કરી શકાય છે. આ ડ્રિંક સ્કિનને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે. 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી ચીયા સીડ્સ પલાળીને બીજા દિવસે આ પાણીમાં લીંબુનો રસ અને સંચળ નાખીને પીવો.

​નારિયેળ પાણી

​નારિયેળ પાણી

લીલા નારિયેળનું પાણી એકદમ હેલ્ધી હોય છે જે ઇલેક્ટ્રોલાઇટ્સ બેલેન્સ કરીને ડીહાઇડ્રેશન દૂર કરે છે. આ ડ્રિંક્સને ન્યૂટ્રિશનિસ્ટ હાર્ટ હેલ્થ માટે પણ ઉત્તમ ગણે છે. આ ડ્રિંકને તમે તાજું જ સેવન કરી શકો છો.

​ગુલકંદનું પાણી

​ગુલકંદનું પાણી

ગુલકંદનું પાણી ઉનાળામાં શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. તેની કૂલિંગ ઇફેક્ટ અસરદાર હોય છે અને તેનાથી સ્કિન ગ્લોઇંગ અને હેલ્ધી રહે છે. અડધા ગ્લાસ પાણીમાં રાત્રે 1 ઇંચ ગુંદર પલાળીને મુકી દો. બીજાં દિવસે સવારે તેમાં 1 ચમચી ગુલદંક મિક્સ કરીને તેનું સેવન કરો.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

ટિપ્પણીઓ