બિપરજોય વાવાઝોડું: રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત: સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવો.
ના રોજ
લિંક મેળવો
Facebook
X
Pinterest
ઇમેઇલ
અન્ય ઍપ
બિપરજોય વાવાઝોડું: રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત: સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવો.
ગુજરાત ઉપર તોળાઈ રહેલા સંભવિત બિપોરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે.નાગરિકોએ વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામકશ્રી કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. જોકે તાજેતરમાં સરકારીશ્રી દ્વારા Biporjoy Cyclone Live Official Notification બહાર પાડેલ છે.
બિપોરજોય વાવાઝોડું ગુજરાતના અરબી સમુદ્ર ખાતે આવવાનું છે. જેના માટે ગુજરાત સરકાર અગમચેતીના ભાગરૂપે ઘણી બધી વ્યવસ્થા કરેલી છે. વધુમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૭ લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે. રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો નીચે મુજબ છે.
Biporjoy Cyclone Helpline Number Gujarat
ક્રમ
જીલ્લાનું નામ
સંપર્ક નંબર
1
અમદાવાદ
079-27560511
2
અમરેલી
02792-230735
3
આણંદ
02692-243222
4
અરવલ્લી
02774-250221
5
બનાસકાંઠા
02742-250627
6
ભરૂચ
02642-242300
7
ભાવનગર
0278-2521554/55
8
બોટાદ
02849-271340/41
9
છોટાઉદેપુર
02669-233012/21
10
દાહોદ
02673-239123
11
ડાંગ
02631-220347
12
દેવભૂમદ્વારકા
02833-232183,
13
ગાંધીનગર
079-23256639
14
ગીરસોમનાથ
02876-240063
15
જામનગર
0288-2553404
16
જૂનાગઢ
0285-2633446/2633448
17
ખેડા
0268-2553356
18
કચ્છ
02832-250923
19
મહીસાગર
02674-252300
20
મહેસાણા
02762-222220/222299
21
મોરબી
02822-243300
22
નર્મદા
02640-224001
23
નવસારી
02637-259401
24
પંચમહાલ
02672-242536
25
પાટણ
02766-224830
26
પોરબંદર
0286-2220800/801
27
રાજકોટ
0281-2471573
28
સાબરકાંઠા
02772-249039
29
સુરેન્દ્રનગર
02752-283400
30
સુરત
0261-2663200
31
તાપી
02626-224460
32
વડોદરા
0265-2427592
33
વલસાડ
02632-243238
વાવાઝોડા સમયે શું ન કરવું જોઈએ?
વાવાઝોડા સમયે જ્યાં સુધી સ્થળાંતર કરવાની સલાહ આપવામાં ન આવે ત્યાં સુધી બહાર નીકળવું ન જોઈએ.
તમારી પાસે વાહન હોય અને તમે બહાર જવા ઇચ્છતા હો, તો વાવાઝોડું શરૂ થતા પહેલાં ઘરે પાછા આવી જવું જોઈએ, કારણ કે વાવાઝોડા સમયે ઘરમાં રહેવું હિતાવહ છે.
માછીમારોએ તેમની બોટ સુરક્ષિત જગ્યાએ રાખવી જોઈએ. જૂનાં મકાનો અને બિલ્ડિંગ તેમજ ઝાડ નીચે ઊભા રહેવાનું ટાળો.
પ્લમ્બિંગ કે ધાતુની પાઇપને અડશો નહીં.
વાવાઝોડું પસાર થઈ ગયા બાદ શું કરશો?
વાવાઝોડું પસાર થયા પછી નુકસાનગ્રસ્ત મકાનોની અંદર પ્રવેશવાનું સાહસ ન કરવું. જો સ્થળાંતર કરેલું હોય તો નિવાસસ્થાને પરત ફરવા તંત્ર સૂચના આપે પછી જ જવું અને તે કહે તે માર્ગથી જ જવું.
તૂટેલા કાચ અને ધારદાર વસ્તુઓથી દૂર રહેવું.
સાપ અને જંતુઓથી દૂર રહો અને તેનાથી બચવા મદદ લો. સ્થાનિક અધિકારીઓ અને ઇમર્જન્સી વર્કરની સલાહ માનો.
તૂટેલા વીજતાર, મકાનો, થાંભલાથી દૂર રહેવું. રેડિયો અને ટીવી નેટવર્ક “સબસલામત સંદેશ”
રાહત બચાવ ટીમોના આગમનની રાહ જુઓ.
પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહો. માછીમારોએ માછીમારી ફરી શરૂ કરતાં પહેલાં ઓછામાં ઓછા 24 કલાક રાહ જોવી જોઈએ.
વહીવટી તંત્રએ આપેલા નંબરો સાચવીને રાખવા અને મદદની જરૂરિયાત હોય ત્યારે તાત્કાલિક તેમનો સંપર્ક કરો.
ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવી.
રક્તદાન કરવું.
બિપોરજોય વાવાઝોડું ક્યાં પહોંચ્યું?
બિપોરજોય વાવાઝોડું બન્યું વધુ આક્રમક બની રહ્યું છે. જેના કારણે ગુજરાતના અરબી દરિયા કિનારે માટે ચિંતાના સમચાર સામે આવી રહ્યા છે. અત્યારે “બિપોરજોય વાવાઝોડું” દ્વારકાથી 530 કિમી દૂર છે. આ વાવાઝોડું 9 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધતું છે. અરબી સમુદ્રમાં દક્ષિણ – પશ્ચિમ પોરબંદર તરફ વાવાઝોડાની ગતિ છે. આ કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પવન સાથે ભારે થી અતિભારે વરસાદની સંભાવના છે. આગામી 36 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે.
બિપોરજોય વાવાઝોડાને લઈને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જિલ્લા અધિકારીઓ અને કર્મચારીઓને હેડકવાર્ટર ન છોડવા સૂચના પણ આપવામા આવી છે. ત્યારે વાવાઝોડું 12 જૂન બાદ કરાંચી તરફ ફંટાઈ શકે તેવી શક્યતાઓ પણ જણાઈ આવે છે. આ વાવાઝોડું ક્યાં પહોચ્યું તે પણ જાણી શકાય છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો