7 લાખની સરકારી નોકરી કે પછી 50 લાખની પ્રાઈવેટ જોબ? યુવતીએ પૂછ્યો સવાલ

 

7 લાખની સરકારી નોકરી કે પછી 50 લાખની પ્રાઈવેટ જોબ? યુવતીએ પૂછ્યો સવાલ

સરકારી નોકરી કે પછી પ્રાઈવેટ જોબ? કઈ જોબ સૌથી વધારે સારી છે? મોટાભાગના લોકો કહેશે કે સરકારી નોકરી પસંદ કરો. કારણકે તેમાં જોબ સિક્યોરિટી હોય છે. પણ, પ્રાઈવેટ નોકરીમાં જો સરકારી નોકરી કરતાં ઘણો વધારે પગાર મળી રહ્યો હોય તો? એક યુવતીએ સોશિયલ મીડિયા પર આ પ્રકારે સવાલ પૂછ્યો છે કે જેમાં લોકો હવે એક પછી એક જવાબ આપી રહ્યા છે.

હાઈલાઈટ્સ:

  • જો 50 લાખની પ્રાઈવેટ નોકરી 6 મહિના પણ ના ચાલી તો?
  • જો પૈસા જોઈએ તો પ્રાઈવેટ જોબ કરો.
  • 40થી 45 વર્ષની ઉંમરે નિવૃત્ત થવા ઈચ્છો છો તો પ્રાઈવેટ નોકરી કરો.
  • સરકારી નોકરીમાં જોબ સિક્યોરિટી છે.
પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર
આયુષી મિશ્રા (@_ayushim25_)એ 19 જુલાઈના રોજ ટ્વિટ કરીને લોકોને પૂછ્યું કે - શું સારું છે, વાર્ષિક 7 લાખ રૂપિયા (LPA) સાથેની સરકારી નોકરી કે 50 લાખ વાર્ષિક પગાર સાથે પ્રાઈવેટ નોકરી? તેમનો આ સવાલ ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગયો છે, જેને આ સમાચાર લખાય ત્યાં સુધી 6 લાખથી વધુ વ્યૂઝ અને 2500થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આ મામલે યુઝર્સે મિશ્ર પ્રતિક્રિયા આપી છે. જેમ કે કેટલાંક યુઝર્સે કહ્યું - સરકારી નોકરી શ્રેષ્ઠ છે, તો ઘણાએ કહ્યું કે તેઓ પ્રાઈવેટ નોકરી કરવા માગે છે. જ્યારે અન્ય લોકોએ રમૂજી ટિપ્પણીઓ કરી હતી.
સોશિયલ મીડિયા ટ્વિટર પર યૂઝર્સે આપેલા જવાબ કંઈક આ પ્રકારે છે.

  • જો 50 લાખની પ્રાઈવેટ નોકરી 6 મહિના પણ ના ચાલી તો?
  • જો પૈસા જોઈએ તો પ્રાઈવેટ જોબ કરો.
  • 40થી 45 વર્ષની ઉંમરે નિવૃત્ત થવા ઈચ્છો છો તો પ્રાઈવેટ નોકરી કરો.
  • સરકારી નોકરીમાં જોબ સિક્યોરિટી છે.
  • સરકારી નોકરી - ભૂખ્યા રહેશો નહીં અને પેટ ભરાશે નહીં.
  • 50 લાખની પ્રાઈવેટ નોકરી, પણ તે જતી રહેવાનો ડર હંમેશાં.
  • પ્રાઈવેટ નોકરી કે પછી સરકારી નોકરી. તમારા પિતા પાસે કેટલાં રૂપિયા છે તેના પર આધારિત છે.
  • એક યૂઝરે કહ્યું કે, સરકારી કે પછી પ્રાઈવેટ, કોઈપણ નોકરી આપી દો.
સરકારી નોકરી છોડીને બની ગયા ખેડૂત, દાડમ ઉગાડીને હવે વર્ષે લાખો કમાય છે

સરકારી નોકરી માટે વિદ્યાર્થીઓ કમરતોડ મહેનત કરે છે. આપણે આસપાસ અનેક લોકોને સરકારી નોકરીની તૈયારી કરતા જોયા છે, તેઓ બધું છોડીને ભણવામાં જ લાગેલા રહે છે. સરકારી નોકરીઓ ખૂબ જ ઓછી બહાર પડે છે અને તેની સામે હજારો-લાખો ઉમેદવાર હોય છે. અને એવું પણ કહેવાય છે કે એક વખત સરકારી નોકરી લાગી ગઈ તો લાઈફ સેટ થઈ ગઈ. અને કોઈ આવી સરકારી, આરામદાયક નોકરી છોડીને ખેતી કરવા લાગે તો તમે શું કહેશો? તો ગુજરાતના કમલેશ ડોબરિયા આવા જ એક વ્યક્તિ છે. જેઓએ સરકારી નોકરી છોડી ખેતી કરી રહ્યા છે.
સૌથી પહેલા તેમણે પૈસા બચાવી અને અમુક સંબંધીઓની મદદ લઈને 20 વીઘા જમીન ખરીદી હતી. કમલેશે કહ્યું કે, મેં ક્યારેય ખેતી કરી ન હતી પણ જ્યારે પણ ગામડે જતો ત્યારે ખેડૂતો સાથે જરૂર મળતો, તેમની વાતો સાંભળતો અને તેમની પાસેથી અલગ-અલગ પાક અંગે જાણકારી એકત્ર કરતો હતો. અને આ પ્રકારે ધીમે-ધીમે ખેતીમાં દિલચસ્પી વધતી ગઈ.

કમલેશની મુલાકાત એક પ્રગતિશીલ ખેડૂત સાથે થઈ હતી અને તેઓએ ઓર્ગેનિક ફાર્મિંગ અંગે જણાવ્યું હતું. કમલેશે પણ ખેતીમાં કેમિકલનો ઉપયોગ બંધ કર્યો, ગાય ખરીદી અને છાણનું ખાતર બનાવવાનું શરૂ કર્યું. જેથી કેમિકલમાં લાગતાં પૈસા બચ્યા અને જમીનની શક્તિ પણ વધી હતી. 2017 સુધી કમલેશની ખેતી અંગેની સમજ ખૂબ જ વધી ગઈ હતી. અને તેઓએ પોતાના ખેતરમાં ડ્રીપ ઈરિગેશન સિસ્ટમ પણ લગાવી. 2018માં તેઓએ દાડમની ખેતી કરવાનો નિર્ણય લીધો. તેઓએ દાડમના 2000, પછી 1900 અને પછી 700 છોડ લગાવ્યા. આજે કમલેશ વર્ષે 16 લાખની કમાણી કરે છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુમાં દાડમની ખેતી થાય છે. દાડમના એક છોડમાંથી ઝાડ બનવામાં 3થી 4 વર્ષનો સમય લાગે છે અને દાડમનું ઝાડ 25 વર્ષો સુધી ફળ આપે છે.

ટિપ્પણીઓ